બજાર » સમાચાર » પરિણામ

Dabur Q1 Result અપેક્ષા કરતા સારું, નફો 28% વધ્યો

CNBC-TV18 પોલમાં કંપનીનો નફો 410 કરોડ અને આવક 2,420 કરોડ હોવાનો અનુામન કર્યા હતો.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2021 પર 17:47  |  સ્ત્રોત : Moneycontrol.com

Dabur Q1: ડાબર ઇન્ડિયાએ આજે એટલે કે 3 ઑગસ્ટે નાણાકીય વર્ષ 2021-2022ના પહેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળામાં કંપનીનો કંસોલિડેટેડ નફામાં વર્ષના આધાર પર 28.4 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે 341.3 કરોડ રૂપિયાથી વધીને 438.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.


આ સમયગાળા દરમિયાન કંપનીનો કંસોલિડેટેડ આવકમાં પણ વર્ષના આધાર પર 31.9 ટકાની મજબૂત ગ્રોથ જોવા મળી છે અને આ 1980 કરોડ રૂપિયાથી વધીને 2611.5 કરોડ રૂપિયા પર આવી ગઇ છે.


જૂન 2021 માં સમાપ્ત થયેલા પહેલા ક્વાર્ટરમાં વર્ષના આધાર પર કંપનીનું EBITDA 416.5 કરોડ રૂપિયાથી વધીને 552 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે EBITDA Margin વર્ષના આધાર પર 21 ટકાથી વધીને 21.1 ટકા પર આવી ગઇ છે.


કંપનીના પરિણામો અપેક્ષા કરતા સારા રહ્યા છે. CNBC-TV18 પોલમાં કંપનીનો નફો 410 કરોડ અને આવક 2,420 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું હતું જ્યારે વાસ્તવિક આંકડા તેમાં સારા છે.


પહેલા ક્વાર્ટરમાં કંપનીની Domestic વૉલ્યુમ ગ્રોથ CNBC-TV18નો પોલના 17-19 ટકાના અનુમાન સામે 34.4 ટકા પર રહી છે. આ સમયગાળા દરમિયાન કંપનીના એફએમસીજી કારોબારમાં 35.4 ટકાનો વધારો જોવા મળ્યો છે.


પહેલા ક્વાર્ટરમાં હેલ્થકેર, હોમકેર, પર્સનલ કેર અને ફૂડ જેમ તમામ સેગમેન્ટ્સ ડાબરે સારો વધારો પ્રાપ્ત કર્યો છે. કંપનીએ તેના એખ નિવેદનમાં જણાવ્યું છે કે પહેલા ક્વાર્ટરમાં કંપનીના ઈ-કોમર્સ કારોબારમાં 100 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં ભારતના એફએમસીજી બિઝનેસમાં તેનું યોગદાન 8.2 ટકાની આસપાસ છે.


પહેલા ક્વાર્ટરમાં કંપનીનો ફૂડ અને બ્રુઅરીઝનો કારોબારમાં 80.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે હેલ્થકેર કીરોબારમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.