બજાર » સમાચાર » પરિણામ

ફેડરલ બેન્કને રૂપિયા 384.2 કરોડનો નફો, એનપીએ પણ વધી

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 13:55  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ફેડરલ બેન્કનો નફો 46.2 ટકાથી વધીને 384.20 કરોડ રૂપિયા થઇ ગયુ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ફેડરલ બેન્કનો નફો 262.7 કરોડ રૂપિયા રહ્યા હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ફેડરલ બેન્કની વ્યાજ આવક 17.8 ટકા વધીને 1154.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ફેડરલ બેન્કની વ્યાજ આવક 980 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ફેડરલ બેન્કના ગ્રૉસ અનપીએ 2.92 ટકાથી વધીને 2.99 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ફેડરલ બેન્કના નેટ એનપીએ 1.48 ટકાથી વધીને 1.49 ટકા રહ્યા છે.


રૂપિયામાં ફેડરલ બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 3261 કરોડ રૂપિયાથી વધીને 3395 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 1626 કરોડ રૂપિયાથી વધીને 1673 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ફેડરલ બેન્કના પ્રોવિજનિંગ 177.8 કરોડ રૂપિયાથી વધીને 192 કરોડ રૂપિયા રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ ક્વાર્ટરમાં પ્રોવિઝનિંગ 199.1 કરોડ રૂપિયા રહ્યા હતા.