બજાર » સમાચાર » પરિણામ

ફ્યુચર રિટેલનો નફો 5.2% વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 31, 2019 પર 14:38  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ફ્યુચર રિટેલનો નફો 5.2 ટકા વધીને 159.2 કરોડ રૂપિયાની થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ફ્યુચર રિટેલનો નફો 151.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ફ્યુચર રિટેલની આવક 13.2 ટકા વધીને 5197.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ફ્યુચર રિટેલની આવક 4589.1 કરોડ રૂપિયા રહ્યા હતી.

વર્ષ દર વર્ષ આધાર પર પહેલા ક્વાર્ટરમાં ફ્યુચર રિટેલના એબિટડા 221.3 કરોડ રૂપિયાથી વધીને 646.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ફ્યુચર રિટેલના એબિટડા માર્જિન 4.8 ટકા થી વધીને 12.5 ટકા રહ્યા છે.