બજાર » સમાચાર » પરિણામ

ગ્લેનમાર્ક ફાર્માનો નફો ઘટ્યો, આવક વધી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 10:46  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકિય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ગ્લેનમાર્ક ફાર્માનો નફો 53.1 ટકાથી ઘટીને 109.3 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકિય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ગ્લેનમાર્ક ફાર્માનો નફો 233 કરોડ રૂપિયાનો થયો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ગ્લેનમાર્ક ફાર્માની આવક 7.3 ટકા વધીને 2322.9 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ગ્લેનમાર્ક ફાર્માની આવક 2165.6 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પહેલા ક્વાર્ટરમાં ગ્લેનમાર્ક ફાર્માના એબિટડા 346.9 કરોડ રૂપિયાથી ઘટીને 341.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્લેનમાર્ક ફાર્માના એબિટડા માર્જિન 16 ટકાથી ઘટીને 14.7 ટકા રહ્યા છે.