બજાર » સમાચાર » પરિણામ

ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 36.1% વધ્યો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 15:55  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 36.1 ટકા વધીને 147 કરોડ રૂપિયાનો થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 108 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝની આવક 12 ટકા વધીને 2202 કરોડ રૂપિયા પર રહી છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝની આવક 2465 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 165 કરોડ રૂપિયાથી વધીને 220 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 7.5 ટકાથી વધીને 8.9 ટકા રહ્યા છે.