બજાર » સમાચાર » પરિણામ

હેવેલ્સ: નફો 16% ઘટ્યો, આવક 4.5% વધી

ના રોજ પ્રકાશિત Sat, 27, 2019 પર 16:01  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સનો નફો 16 ટકા ઘટીને 177.1 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સનો નફો 211.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સની આવક 4.5 ટકા વધીને 2717 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સની આવક 2600.7 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સના એબિટડા 10.3 ટકાથી ઘટીને 279.2 કરોડ રૂપિયા રહ્યો, તો ગત વર્ષના આ ક્વાર્ટરમાં હેવેલ્સના એબિટડા 311.3 કરોડ રૂપિયા રહ્યા છે.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સના એબિટડા માર્જિન ઘટીને 10.3 ટકા રહ્યા છે. તો ગત વર્ષના આ ક્વાર્ટરમાં હેવેલ્સના એબિટડા માર્જિન 12 ટકા રહ્યા હતા.