બજાર » સમાચાર » પરિણામ

એચડીએફસી બેન્કનો નફો 22.6% વધ્યો, અસેટ ક્વાલિટી સુધરી

ના રોજ પ્રકાશિત Sat, 20, 2019 પર 15:58  |  સ્ત્રોત : Moneycontrol.com

ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કે સારા પરિણામ જાહેર કર્યા છે. બેન્કની આવકમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે. નફો પણ આશાથી વધારે છે. બેન્કની અસેટ ક્વાલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કનો નફો 22.6 ટકા વધીને 5885.1 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કનો નફો 4788.3 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કની વ્યાજ આવક 22.8 ટકા વધીને 13090 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કની વ્યાજ આવક 1065.8 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના ગ્રૉસ અનપીએ 1.38 ટકાથી ઘટીને 1.36 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના નેટ એનપીએ 0.42 ટકાથી ઘટીને 0.39 ટકા રહ્યા છે.


રૂપિયામાં એચડીએફસી બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 10902.9 કરોડ રૂપિયાથી વધીને 11224 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એચડીએફસી બેન્કના ચોથા ક્વાર્ટરમાં નેટ એનપીએ 3301.5 કરોડ રૂપિયાથી ઘટીને 3214 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના પ્રોવિજનિંગ 2211.5 કરોડ રૂપિયાથી ઘટીને 1889 કરોડ રૂપિયા રહ્યા છે.