બજાર » સમાચાર » પરિણામ

હેક્ઝાવેર: નફો 12.2% વધ્યો, આવક 1% વધી

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 14:30  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હેક્ઝાવેરનો નફો 12.2 ટકા વધીને 138.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં હેક્ઝાવેરનો નફો 123.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હેક્ઝાવેરની આવક 1 ટકા વધીને 1264 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં હેક્ઝાવેરની આવક 1252.4 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં હેક્ઝાવેરના એબિટડા 176 કરોડ રૂપિયાથી ઘટીને 174 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હેક્ઝાવેરના એબિટડા માર્જિન 14 ટકાથી ઘટીને 13.8 ટકા રહ્યા છે.