બજાર » સમાચાર » પરિણામ

હિંડાલ્કો: નફો 42.8% વધ્યો, આવક 8.4% વધી

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 14:45  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હિંડાલ્કોનો સ્ટેન્ડઅલોન નફો 42.8 ટકા વધીને 413.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં હિંડાલ્કોનો સ્ટેન્ડઅલોન નફો 289.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હિંડાલ્કોની સ્ટેન્ડઅલોન આવક 8.4 ટકા વધીને 10593 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં હિંડાલ્કોની સ્ટેન્ડઅલોન આવક 9775 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષાના આધાર પર પહેલા ક્વાર્ટરમાં હિંડાલ્કોના સ્ટેન્ડઅલોન એબિટડા 1153 કરોડ રૂપિયાથી વધીને 1325 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં હિંડાલ્કોના સ્ટેન્ડઅલોન એબિટડા માર્જિન 11.8 ટકાથી વધીને 12.5 ટકા રહ્યા છે.