બજાર » સમાચાર » પરિણામ

ઈન્ડુસઈન્ડ બેન્ક: નફો 38.3% વધ્યો, વ્યાજ આવક 34% વધી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 14:29  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ડુસઈન્ડ બેન્કનો નફો 38.3 ટકા વધીને 1432.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ડુસઈન્ડ બેન્કનો નફો 2122.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ડુસઈન્ડ બેન્કની વ્યાજ આવક 34 ટકા વધીને 2844 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ડુસઈન્ડ બેન્કની વ્યાજ આવક 2122.4 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ડુસઈન્ડ બેન્કના ગ્રૉસ અનપીએ 2.1 ટકાથી વધીને 2.15 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં સીટી ઈન્ડુસઈન્ડ બેન્કના નેટ એનપીએ 1.2 ટકાથી વઘીને 1.23 ટકા રહ્યા છે.

રૂપિયામાં ઈન્ડુસઈન્ડ બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 3947 કરોડ રૂપિયાથી વધીને 4199 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઈન્ડુસઈન્ડ બેન્કના પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 2248 કરોડ રૂપિયાથી ઘટીને 2380 કરોડ રૂપિયા રહ્યા છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ડુસઈન્ડ બેન્કના પ્રોવિજનિંગ 1561 કરોડ રૂપિયાથી ઘટીને 430.6 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ગત વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ડુસઈન્ડ બેન્કના પ્રોવિજનિંગ 350 કરોડ રૂપિયા રહ્યા છે.