બજાર » સમાચાર » પરિણામ

ઈન્ડસઈન્ડ બેન્કનો નફો 20% વધ્યો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 13:47  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કનો નફો 20 ટકા વધીને 936.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કનો નફો 750.6 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કની વ્યાજ આવક 20 ટકા વધીને 1895 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ડુસઇન્ડ બેન્કની વ્યાજ આવક 1578.4 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કના ગ્રૉસ અનપીએ 1.08 ટકાથી વધીને 1.16 ટકા રહ્યો છે. ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કના નેટ એનપીએ 0.44 ટકા થી વધીને 0.46 ટકા રહ્યા હતા.

રૂપિયામાં ઈન્ડસઈન્ડ બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 1345.3 કરોડ રૂપિયાથી વધીને 1499 કરોડ રૂપિયા રહ્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 536.9 કરોડ રૂપિયાથી વધીને 592.2 કરોડ રૂપિયા રહ્યા છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કના પ્રોવિજનિંગ 293.8 કરોડ રૂપિયા થી ઘટીને 236.2 કરોડ રૂપિયા રહ્યા છે, જ્યારે નાણાકીય વર્ષ 2017ના ત્રીજા ક્વાર્ટરમાં પ્રોવિઝનિંગ 216.9 કરોડ રૂપિયા રહ્યા હતા.