બજાર » સમાચાર » પરિણામ

ઈન્ફોસિસ: નફો 12.2% વધ્યો, ડૉલર આવક 2.1% વધી

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 16:21  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 12.2 ટકા વધીને 3609 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 7901 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 3.1 ટકા વધીને 21400 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 20609 કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 2.2 ટકા વધીને 2987 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 2921 કરોડ ડૉલર રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બરમાં ઈન્ફોસિસના એબિટડા 4894 રૂપિયાથી ઘટીને 4830 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ માર્જિન 23.7 ટકાથી ઘટીને 23.7 ટકા રહ્યા છે.