બજાર » સમાચાર » પરિણામ

ઈન્ફોસિસ: નફો 7.2% વધ્યો, ડૉલર આવક 2.3% વધી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 16:18  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 7.2 ટકા વધીને 3802 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 4074 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 1.2 ટકા વધીને 21803 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 21539 કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 2.3 ટકા વધીને 3131 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 3060 કરોડ ડૉલર રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુનમાં ઈન્ફોસિસના એબિટડા 4618 રૂપિયાથી ઘટીને 4471 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ માર્જિન 21.4 ટકાથી ઘટીને 20.5 ટકા રહ્યા છે.