નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 9.4 ટકા વધીને 6,586 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 6,021 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 4.9 ટકા વધીને 38,318 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 36,538 કરોડ રૂપિયા રહી હતી.
નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 2.3 ટકા વધીને 4,659 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 4,555 કરોડ ડૉલર રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં ઈન્ફોસિસના એબિટડા 7,873 રૂપિયાથી વધીને 8,242 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ માર્જિન 21.5 ટકા યથાવત છે.