બજાર » સમાચાર » પરિણામ

ઈન્ટરગ્લોબ એવિએશનનો નફો 23.6% વધ્યો

નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ટરગ્લોબ એવિએશનનો નફો 23.6% વધીને 139.8 કરોડ રૂપિયા થઈ ગયો છે.
ના રોજ પ્રકાશિત Tue, 08, 2016 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ટરગ્લોબ એવિએશનનો નફો 23.6% વધીને 139.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2016 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ટરગ્લોબમાં એવિએશનનો નફો 113.1 કરોડ રૂપિયા રહ્યો હતો.

વર્ષના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઈન્ટરગ્લોબ એવિએશનની આવક 17.7% વધીને 4167 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ઈન્ટરગ્લોબ એવિએશનના એબિટડા 11.7% વધીને 977.4 કરોડ રૂપિયા રહ્યા છે.

વર્ષ દર વર્ષના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઈન્ટરગ્લોબ એવિએશનના એબિટડા 270.1 કરોડ રૂપિયાથી ઘટીને 195.6 કરોડ રૂપિયો રહ્યો છે. વર્ષના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઈન્ટરગ્લોબલ એવિએશનના એબિટડા માર્જિન 7.6% થી ઘટીને 4.7% રહ્યા છે.

વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ઈન્ટરગ્લોબ એવિએશનની અન્ય આવક 98.8 કરોડ રૂપિયાથી વધીને 160.7 કરોડ રૂપિયા રહ્યો છે. ઈન્ટરગ્લોબ એવિએશનના મુજબ 30 સપ્ટેમ્બર 2016 સુધી કંપની પર 2743 કરોડ રૂપિયાના કર્ઝનો બોઝ છે. કંપની પર કર્ઝનો બોઝ પૂરી રીતે એરક્રાફ્ટથી સંબંધિત છે.