IRCTC Q3 Result: નાણાકીય વર્ષ 2023 માં નફો 22.3% ઘટીને 255.5 કરોડ, આવક 69.9% વધી - irctc q3 result profit down 223 to rs 2555 crore in fy 2023 revenue up 699 | Moneycontrol Gujarati
Get App

IRCTC Q3 Result: નાણાકીય વર્ષ 2023 માં નફો 22.3% ઘટીને 255.5 કરોડ, આવક 69.9% વધી

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA વર્ષના આધાર પર 16.7 ટકા વધીને 325.8 કરોડ રૂપિયા પર આવી ગયો છે જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 279.2 કરોડ રૂપિયા રહ્યા હતા. આ દરમિયાન કંપનીના EBITDA માર્જિન પર નજર કરે તો કંપનીનું એબિટડા માર્જિન વર્ષના આધાર પર 51.7 ટકાથી ઘટીને 35.5 ટકા પર રહ્યા છે.

અપડેટેડ 11:55:20 AM Feb 10, 2023 પર
Story continues below Advertisement

IRCTC Q3 Result - Indian Railway Catering and Tourism Corporation (IRCTC)એ 31 ડિસેમ્બર 2022એ સમાપ્ત નાણાકીય વર્ષ 2022-23ની ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના સ્ટેન્ડઅલોન નફો વર્ષના આધાર પર 22.3 ટકાના ઘટાડા સાથે 255.5 કરોડ રૂપિયા પર રહ્યા છે. ગત નાણાકી વર્ષના આ સમય ગાળામાં કંપનીનો નફો 208.8 કરોડ રૂપિયા પર રહી હતી.

એવકમાં વધારો

ડિસેમ્બર 2022માં સમાપ્ત થઈ ત્રીજા ક્વાર્ટરમાં IRCTCના સ્ટેન્ડઅલોન આવક વર્ષના આધાર પર 69.9 ટકાના વધારા સાથે 918.1 કરોડ રૂપિયા પર રહી છે. ગત નાણાકીય વર્ષના આ સમય ગાળામાં કંપનીની આવક 540.2 કરોડ રૂપિયા પર રહી હતી.

ડિસેમ્બર 2022માં સમાપ્ત થઈ ત્રીજા ક્વાર્ટરમાં IRCTCના કેટેગરી બિઝનેસથી થવા વાળી આવકમાં વર્ષના આધાર પર 276 ટકાનો જોરદાર વધારા સાથે394 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે રેલ નીરથી થવા વાળી આવકમાં 58 ટકાનો વધારો થયો છે અને આ 79 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ટૂરિઝ્મ સેગમેન્ટથી થવા વાળી આવકમાં 79 ટકાના વધારા જોવા મળ્યો છે અને તે 122 કરોડ રૂપિયા પર રહી છે.

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA વર્ષના આધાર પર 16.7 ટકા વધીને 325.8 કરોડ રૂપિયા પર આવી ગયો છે જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 279.2 કરોડ રૂપિયા રહ્યા હતા. આ દરમિયાન કંપનીના EBITDA માર્જિન પર નજર કરે તો કંપનીનું એબિટડા માર્જિન વર્ષના આધાર પર 51.7 ટકાથી ઘટીને 35.5 ટકા પર રહ્યા છે.


ડિવિડેન્ડની કરી જાહેરાત

ત્રીજા ક્વાર્ટરની સાથે કંપનીને બોર્ડે 3.50 રૂપિયા પ્રતિ શેર અંતરિમ ડિવિડેન્ડ પણ જાહેરાત કરી છે. આ વચ્ચે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના ઇન્ટરનેટ ટિકટિંગથી થવા વાળી આવકમાં વર્ષના આધાર પર 3.8 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 301 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

સ્ટૉકનું પ્રદર્શન

પરિણામના જાહેરાત બાદ આ શેરમાં તેજી રહી છે. એનએસઈ પર આજે આ સેર 10.15 રૂપિયા એટલે કે 1.58 ટકાના વધારા સાથે 651.45 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. સ્ટૉકના ડે હાઈ 656.70 રૂપિયાનો હતો જ્યારે ડે લો 637.00 પર હતો. શેર આજે 643.00 રૂપિયા પર ખુલ્યો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 09, 2023 5:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.