બજાર » સમાચાર » પરિણામ

આઈટીસી: નફો 9.9% વધ્યો, આવક 4.8% ઘટી

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 13:54  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં આઈટીસીનો નફો 9.9 ટકા વધીને 2933 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં આઈટીસીનો નફો 2669 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં આઈટીસીની આવક 4.8 ટકા ઘટીને 10587 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં આઈટીસીની આવક 11125 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આઈટીસીના એબિટડા 3875 કરોડ રૂપિયાથી વધીને 4144 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આઈટીસીના એબિટડા માર્જિન 38.4 ટકાથી વધીને 39.1 ટકા રહ્યા છે.