બજાર » સમાચાર » પરિણામ

કર્ણાટક બેન્કના નફામાં 24.7% ઘટ્યો

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 15:48  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કનો નફો 24.7% ઘટીને 93.4 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કનો નફો 124 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કની વ્યાજ આવક 10.8% વધીને 440.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કની વ્યાજ આવક 397.2 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કના ગ્રૉસ એનપીએ 4.34% થી ઘટીને 4.13% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કના નેટ એનપીએ 3.2% થી ઘટીને 4.13% રહ્યા છે.


રૂપિયામાં એનપીએ પર નજર કર્યે તો ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કના ગ્રૉસ એનપીએ 1691 કરોડ રૂપિયાથી વધીને 1716 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પુર જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયામાં કર્ણાટક બેન્કના નેટ એનપીએ 1230 કરોડ રૂપિયા થી વધીને 1247 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટરના આધાર પુર જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયામાં કર્ણાટક બેન્કના પ્રોવિજનિંગ 199 કરોડ રૂપિયા થી વધીને 226 કરોડ રૂપિયા રહી છે, જોકે, ગત વર્ષ આ ક્વાર્ટરમાં બેન્કના પ્રોવિજનિંગ 130.5 કરોડ રૂપિયા રહી છે.