બજાર » સમાચાર » પરિણામ

કર્ણાટકા બેન્ક: નફો 28% વધ્યો, આવક 20% વધી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 15:18  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કનો નફો 28 ટકા વધીને 87.4 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કનો નફો 68.5 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કની વ્યાજ આવક 20 ટકા વધીને 451.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કની વ્યાજ આવક 376.5 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કના ગ્રૉસ અનપીએ 4.13 ટકાથી ઘટીને 3.97 ટકા રહ્યો છે. ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કના નેટ એનપીએ 3.04 ટકા થી ઘટીને 2.85 ટકા રહ્યા હતા.

રૂપિયામાં કર્ણાટકા બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 1716 કરોડ રૂપિયાથી વધીને 1784 કરોડ રૂપિયા રહ્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 1247 કરોડ રૂપિયાથી વધીને 1263 કરોડ રૂપિયા રહ્યા છે.