બજાર » સમાચાર » પરિણામ

કર્ણાટકા બેન્કનો નફો 22% વધ્યો

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 16:19  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કનો નફો 22 ટકા વધીને 163.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કનો નફો 133.8 કરોડ રૂપિયા રહ્યા હતા.


નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કની વ્યાજ આવક 10.4 ટકા વધીને 468.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કની વ્યાજ આવક 424.4 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કના ગ્રૉસ અનપીએ 4.92 ટકાથી ઘટીને 4.72 ટકા રહ્યો છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કના નેટ એનપીએ 2.96 ટકા થી ઘટીને 2.92 ટકા રહ્યા હતા.


રૂપિયામાં કર્ણાટકા બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 2376 કરોડ રૂપિયાથી ઘટીને 2297 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જૂનમાં કર્ણાટકા બેન્કના નેટ એનપીએ 1401 કરોડ રૂપિયાથી ઘટીને 1396 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કર્ણાટકા બેન્કના પ્રોવિઝનિંગ 542 કરડો રૂપિયાથી ઘટીને 222 કરોડ રૂપિયા રહી છે. તો ગત વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર પ્રોવિઝનિંગ 199 કરોડ રૂપિયા રહી હતી.