બજાર » સમાચાર » પરિણામ

કર્ણાટક બેન્કનો નફો 19.9% વધ્યો

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 15:31  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કનો નફો 19.9 ટકા વધીને 112 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કનો નફો 93.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કની વ્યાજ આવક 6.2 ટકા વધીને 467.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કની વ્યાજ આવક 440.2 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કના ગ્રૉસ એનપીએ 4.72 ટકા થી ઘટીને 4.66 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કના નેટ એનપીએ 2.92 ટકાથી વધીને 3 ટકા રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કના ગ્રૉસ એનપીએ 2296.5 કરોડ રૂપિયાથી વધીને 2371.6 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કના નેટ એનપીએ 1396 કરોડ રૂપિયાથી વધીને 1497.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કર્ણાટક બેન્કની લોન ગ્રોથ 19.5 ટકા રહી છે.