બજાર » સમાચાર » પરિણામ

કરૂર વૈશ્ય બેન્કનો નફો 40.1% ઘટ્યો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 14:10  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેન્કનો નફો 40.1% ઘટીને 75.6 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેન્કનો નફો 126.3 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેન્કની વ્યાજ આવક 12.1% વધીને 555 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેન્કની વ્યાજ આવક 495 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેન્કના ગ્રૉસ એનપીએ 4.27% થી વધીને 4.83% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેન્કના નેટ એનપીએ 2.85% થી વધીને 3.24% રહ્યા છે.


રૂપિયા પર નજર કરે તો ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેન્કના ગ્રૉસ એનપીએ 1807 કરોડ રૂપિયાથી વધીને 2136.2 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કરૂર વૈશ્ય બેન્કના નેટ એનપીએ 1189 કરોડ રૂપિયા થી વધીને 1407 કરોડ રૂપિયા થઇ ગયા છે.