બજાર » સમાચાર » પરિણામ

Kotak Mahindra Bank Q1: નફો 31.9% વધ્યો, વ્યાજ આવક 5.8% વધી

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો 31.9% વધીને 1,642 કરોડ રૂપિયા રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Mon, 26, 2021 પર 14:06  |  સ્ત્રોત : Moneycontrol.com

Kotak Mahindra Bank Q1: નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો 31.9% વધીને 1,642 કરોડ રૂપિયા રહ્યો છે. પાછલા વર્ષના પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો 1244.4 કરોડ રૂપિયા પર રહ્યા હતો.

પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજ આવક 5.8% વધીને 3941.6 કરોડ રૂપિયા પર રહી છે. ગયા વર્ષની પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજની આવક 3724 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ 3.25% વધીને 3.56% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ 1.21% થી વધીને 1.28% રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ 7425 કરોડ રૂપિયાથી વઘીને 7932 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ 2705 કરોડ રૂપિયાથી વધીને 2792 કરોડ રૂપિયા રહ્યા છે.