બજાર » સમાચાર » પરિણામ

લ્યુપિનનો નફો ₹289.6 કરોડ વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 15:23  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં લ્યુપિનનો નફો 289.6 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં લ્યુપિનને 783.5 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં લ્યુપિનની આવક 10.1 ટકા વધીને 4406.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં લ્યુપિનની આવક 4004 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં લ્યુપિનના એબિટડા 679 કરોડ રૂપિયાથી વધીને 872.3 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં લ્યુપિનના એબિટડા માર્જિન 16.9 ટકા થી વધીને 19.8 ટકા પર રહ્યા છે.