બજાર » સમાચાર » પરિણામ

Marico Q1: નફો 5.9% ઘટ્યો, આવક 31.2% વધી

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં મેરિકોનો નફો 5.9 ટકા ઘટીને 365 કરોડ રૂપિયા રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 15:06  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં મેરિકોનો નફો 5.9 ટકા ઘટીને 365 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના પહેલા ક્વાર્ટરમાં મેરિકોનો નફો 388 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 પહેલા ક્વાર્ટરમાં મેરિકોની આવક 31.2 ટકા વધીને 2,525 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2021 પહેલા ક્વાર્ટરમાં મેરિકોની આવક 1925 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં મેરિકોના એબિટા 467 કરોડ રૂપિયાથી વધીને 481 કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટા માર્જિન 24.2 ટકાથી ઘટીને 19 ટકા રહ્યા છે.