બજાર » સમાચાર » પરિણામ

Maruti Suzuki Q1: નફો ₹440.8 કરોડ, આવક 4 ગણી વધી

મારૂતિ સુઝુકીને પહેલા ક્વાર્ટરમાં 440 કરોડ રૂપિયાનો નફો થયો જો કે અનુમાનથી ઓછો છે.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 15:56  |  સ્ત્રોત : Moneycontrol.com

ઑટો સેક્ટરની દિગ્ગજ કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ આજે એટલે કે 28 જુલાઈના પોતાના પહેલા ક્વાર્ટર એટલે કે જુન ક્વાર્ટરના પરિણામ રજુ કર્યા છે. વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીને 440.8 કરોડ રૂપિયાનો નફો થયો છે જ્યારે CNBC-TV18 poll ના મુજબ તેના 675.7 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષની આ ક્વાર્ટરમાં કંપનીને 249.4 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 4 ગણી વધીને 17,770.7 કરોડ રૂપિયા રહી છે. જ્યારે CNBC-TV18 poll ના મુજબ તેના 17,929 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષની આ ક્વાર્ટરમાં કંપનીને 4,106.5 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીના EBITDA 821 કરોડ રૂપિયા રહ્યા જ્યારે CNBC-TV18 poll ના મુજબ તેના 1,006 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતો. જ્યારે ગત નાણાકીય વર્ષની આ ક્વાર્ટરમાં કંપનીને 863.4 કરોડ રૂપિયાના EBITDA ખોટ થઈ હતી.