બજાર » સમાચાર » પરિણામ

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સના નફામાં 51% નો વધારો

ના રોજ પ્રકાશિત Fri, 10, 2019 પર 10:25  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો નફો 51 ટકા વધીને 379.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો નફો 251.6 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સની આવક 30.9 ટકા વધીને 2145.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સની આવક 1638.2 કરોડ રૂપિયા રહી હતી.