બજાર » સમાચાર » પરિણામ

ઈન્ડસઈન્ડ બેન્કને નફો 32% વધ્યો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 14:35  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કનો નફો 32 ટકા વધીને 1300 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કનો નફો 985 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કની વ્યાજ આવક 34.3 ટકા વધીને 3074 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કની વ્યાજ આવક 2288.1 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કના ગ્રૉસ અનપીએ 2.19 ટકાથી ઘટીને 2.18 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સીટી ઈન્ડસઈન્ડ બેન્કના નેટ એનપીએ 1.12 ટકાથી ઘટીને 1.05 ટકા રહ્યા છે.


રૂપિયામાં ઈન્ડસઈન્ડ બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 4370.2 કરોડ રૂપિયાથી વધીને 4578 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઈન્ડસઈન્ડ બેન્કના ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 2203 કરોડ રૂપિયાથી ઘટીને 2173 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કના પ્રોવિજનિંગ 737.7 કરોડ રૂપિયાથી વધીને 1043.4 કરોડ રૂપિયા રહ્યા છે.