બજાર » સમાચાર » પરિણામ

RELIANCE IND Q1: 12273 કરોડ રૂપિયા પર રહ્યો નફો, આવક 1.44 લાખ કરોડ રૂપિયા રહ્યા

માર્કેટ કેપની બાબતમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના પહેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.
ના રોજ પ્રકાશિત Sat, 24, 2021 પર 09:52  |  સ્ત્રોત : Moneycontrol.com

RELIANCE IND Q1: માર્કેટ કેપની બાબતમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના પહેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. 30 જૂન, 2021 પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો ક્વાર્ટરના આધાર પર 7.2 ટકા ઘટીને 12273 કરોડ રૂપિયા પર રહી છે.


જણાવી દઈએ કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનનીનો કન્સોલિડેટેડ નફો 13227 કરોડ રૂપિયા પરી રહી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2020-21 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો 13223 કરોડ રૂપિયા રહ્યો હતો.


પહેલા ક્વાર્ટરમાં કંપનીએ કન્સોલિડેટેડ આવક ક્વાર્ટરના આધાર પર 6.4 ટકાના ઘટાડા સાથે 1.40 લાખ કરોડ રૂપિયા રહી છે જે છેલ્લા ક્વાર્ટરમાં 1.49 લાખ કરોડ રૂપિયા રહી હતી.


વર્ષના આધાર પર જોઇએ તો કંપનીના કન્સોલિડેટેડ આવકમાં 58.6 ટકાના વધારો જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે છેલ્લે વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીના કન્સોલિડેટેડ આવક 88253 કરોડ રૂપિયા રહ્યા હતા.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીનું કન્સોલિડેટેડ એબિટડા 23351 કરોડ રૂપિયાથી વધીને 23368 કરોડ રૂપિયા આવી ગયું છે. જ્યારે નાણાકીય વર્ષ 2020-21 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનું કન્સોલિડેટેડ એબિટડા 16875 કરોડ રૂપિયા રહ્યા હતા. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ એબિટડા માર્જિન 15.6 ટકા વધીને 16.7 ટકા પર આવી ગઇ છ જે નાણાકિય વર્ષ 2020-21 ના પહેલા ક્વાર્ટરમાં 19.1 ટકા હતી.


પેટ્રોકેમ કારોબારના પ્રદર્શન


નાણાકિય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પેટ્રો કેમિકલ કારોબારની આવક ક્વાર્ટરના આધાર પર 2.1 ટકા વધીને 1.03 લાખ કરોડ રૂપિયા પર રહી છે જો કે છેલ્લા ક્વાર્ચરમાં 1.01 લાખ કરોડ રૂપિયા પર રહી હતી.


એ જ રીતે કંપનીનો પેટ્રો કેમિકલ કારોબાર એબિટડા ક્વાર્ટરના આધાર પર 13.3 ટકા વધીને 10,394 કરોડ રૂપિયા પર રહી છે જો કે છેલ્લા ક્વાર્ટરમાં 9177 કરોડ રૂપિયા રહી હતી. એ જ રીતે કંપનીના આ સેગમેન્ટના એબિટડા માર્જિન છેલ્લા ક્વાર્ટરમાં 9.1 ટકાથી વધીને 10.1 ટકા પર આવી ગઇ છે.


રિટેલ કારોબરાનો પ્રદર્શન


જૂન ક્વાર્ટરમાં કંપનીના રિટલ કારોબારની આવક વર્ષના આધાર પર 21.9 ટકાથી વધીને 38563 કરોડ રૂપિયા પર રહી છે જો કે એના ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં 31633 કરોડ રૂપિયા રહી હતી.


કંપનીના પહેલા ક્વાર્ટરમાં રિટેલ કારોબારના એબિટડા છેલ્લા વર્ષના પહેલા ક્વાર્ટરમાં 1088 કરોડ રૂપિયાથી વધીને 1953 કરોડ રૂપિયા પર આવી ગઇ છે. જ્યારે આ સેગમેન્ટની એબિટડા માર્જિનમાં વર્ષના આધાર પર 3.4 ટકાથી વધીને 5.1 ટકા પર આવી ગઇ છે.


જિયો પ્લેટફૉર્મનું પ્રદર્શન


30 જૂન, 2021 પૂરા થયેલા પહેલા ક્વાર્ટરમાં જિયોનો સ્ટેન્ડેઅલોન નફો 3501 કરોડ રૂપિયા પર રહ્યા છે, જ્યારે Cnbc-TV18ના પોલમાં તેના 3250 કરોડ રૂપિયા પર રહેવાનું અુમાન કરવામાં આવ્યું હતું.


આ જ સમયગાળા દરમિયાન રિલાયન્સ જિઓની આવક 17,994 કરોડ રૂપિયા રહી છે, જેનો 17,600 કરોડ રૂપિયા પર રહે છે.


30 જૂનના સપ્તાહ પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સનો એબિટડા 8,617 કરોડ રૂપિય અને એબિટડા માર્જિન 47.89 ટકા રહી છે.


પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જિઓની ARPU (પ્રતિ ગ્રાહક સરેરાશ કમાણી) ક્વાર્ટરના આધાર પર 0.1 ટકાના વધારા સાથે 138.40 રૂપિયી પર રહ્યા છે. છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના ARPU 138.20 રૂપિયા રહા હતા.


30 જૂન, 2021એ પૂરા થયેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જિઓના સબ્સક્રાઇબર એડિશનમાં ક્વાર્ટરના આધાર પર 3.4 ટકાનો વધારે જોવા મળ્યો છે.