બજાર » સમાચાર » પરિણામ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને રૂપિયા 8097 કરોડનો નફો

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 17:32  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો નફો 11% ઘટીને 8097 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો નફો 9108 કરોડ રૂપિયા રહ્યો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને 1100 કોરડ રૂપિયાનો સંપૂર્ણ નફો થયો હતો.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની આવક 5% વધીને 95085 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની આવક 90537 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સ્ટેન્ડઅલોન નફો 0.08% વધીને 8265 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સ્ટેન્ડઅલોન નફો 8196 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સ્ટેન્ડઅલોન આવક 1.9% વધીને 71761 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સ્ટેન્ડઅલોન આવક 70434 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના એબિટડા 12554 કરોડ રૂપિયાથી વધીને 15565 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના એબિટડા માર્જિન 13.9% થી વધીને 16.4% રહ્યા છે.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને ગ્રૉસ રિફાઇનિંગ માર્જીન 12 ડૉલર પ્રતિ બૈરલ રહી છે.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી રિફાઇનિંગ કારોબારથી થનાર આવક 4.2% વધીને 69766 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી રિફાઇનિંગ કારોબાર થી થનાર આવક 66945 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી રિફાઇનિંગ એબિટડા 11.4% ઘટીને 6621 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી રિફાઇનિંગ એબિટડા 7476 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પેટ્રોકેમ વેચાણ 25461 કરોડ રૂપિયાથી વધીને 27999 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પેટ્રોકેમ એબિટડા 4031કરોડ રૂપિયા થી વધીને 4960 કરોડ રૂપિયા થઇ ગયા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પેટ્રોકેમ એબિટડા માર્જીન 15.8% થી વધીને 17.7% થઇ ગયા છે.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોનો ખોટ 21.3 કરોડ રૂપિયાથી વધીને 270.6 કરોડ રૂપિયા રહ્યા છે. નાણકીય વર્ષ 2018ના બીજા ક્વાર્ટર રિલાયન્સ જીયોને 6147 કરોડ રૂપિયાના આવક થઇ છે. બીજા ક્વાર્ટર રિલાયન્સ જીયોના એબિટડા 1442 કરોડ રૂપિયા અને એબિટડા માર્જીન 23.5% રહ્યા છે. જીયોના બીજા ક્વાર્ટરમાં 1.53 કરોડ ગ્રાહક જોડે છે.


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પરિણામ પર કંપનીના ચેરમેન મુકેશ અંબાણીનું કહેવુ છે કે આરઆઈએલે સારી પરિણામ જાહેર કર્યા છે. પહેલા ક્વાર્ટરમાં જ જીયોના એબિટાડા પોઝિટીવ રહ્યા છે. કંપનીના પેટકેમ, રિફાઇનિંગ કારોબારનો પ્રદર્શન જબરજસ્ત રહ્યું છે. એનર્જી કારોબારનું નવું યુનિટ આ વર્ષે શરૂ થશે. ડિમાન્ડ ગ્રોથ સારી બની રહી છે. રિટેલ કારોબારમાં પણ સાનદાર ગ્રોથ જોવા મળી છે. કંપનીના રિટેલ ગ્રોથમાં દરવખત નફો મેળ્વી રહી છે. દેશના ડિજિટલ ક્રાંતિમાં જીયોના મોટી ભૂમિકા છે. જીયોના પ્રદર્શન શાન્દાર બિઝનેસ મોડલ દેખાડે છે.


ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.