RELIANCE RETAIL Q3 RESULT: આવક વધીને 67,634 કરોડ રૂપિયા, EBITDAમાં પણ થયો વધારો - reliance retail q3 result revenue rises to rs 67634 crore ebitda also rises | Moneycontrol Gujarati
Get App

RELIANCE RETAIL Q3 RESULT: આવક વધીને 67,634 કરોડ રૂપિયા, EBITDAમાં પણ થયો વધારો

રિલાયન્સ રિટેલની આવક વધીને 67,634 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીના આબિટડા પણ નાણાકીય વર્ષ 2023ની ત્રીજા ક્વાર્ટરમાં વધ્યો છે.

અપડેટેડ 05:01:52 PM Jan 21, 2023 પર
Story continues below Advertisement

ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance industries)ના રિટેલ સેગમેન્ટના કારોબાર કરવા વાળી રિલાયન્સ રિટેલ (Reliance Retail)એ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટર માટે તેના પરિણામ આજે 20 જાન્યુઆરી 2023એ જાહેર થયા છે. કંપનીની આવકમાં વધારો જોવા મળ્યો છે. રિલાયન્સ રિટેલની આવક વધીને 67,634 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીના આબિટડા પણ નાણાકીય વર્ષ 2023ની ત્રીજા ક્વાર્ટરમાં વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલના એબિટડા વધીને 4786 કરોડ રૂપિયા થઈ ગયા છે. ક્વાર્ટરના આધાર પર જોઈએ તો રિલાયન્સ રિટેલની આવક વધીને 67,634 કરોડ રૂપિયા રહી જ્યારે છેલ્લા ક્વાર્ટકરની આવક 64,936 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટરના આધાર પર નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલના એબિટડા 4786 કરોડ રૂપિયા રહ્યા જ્યારે ગત ક્વાર્ટરમાં કંપનીના એબિટડા 4414 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલના એબિટડા માર્જિન ક્વાર્ટરના આધાર પર વધીને 7.1 ટકા રહી જ્યારે ગત ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન 6.8 ટકા રહી હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 20, 2023 8:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.