બજાર » સમાચાર » પરિણામ

SBI Bank Q1 Result: નફો 55.3% વધ્યો, વ્યાજ આવક 3.7% વધી

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કનો નફો 55.3% વધીને 6,504 કરોડ રૂપિયા રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Wed, 04, 2021 પર 13:48  |  સ્ત્રોત : Moneycontrol.com

SBI Bank Q1: નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કનો નફો 55.3% વધીને 6,504 કરોડ રૂપિયા રહ્યો છે. પાછલા વર્ષના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કનો નફો 4,189.3 કરોડ રૂપિયા પર રહ્યા હતો.

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કની વ્યાજ આવક 3.7% વધીને 27,638 કરોડ રૂપિયા પર રહી છે. ગયા વર્ષની પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કની વ્યાજની આવક 26,641.6 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કના ગ્રૉસ એનપીએ 4.98% વધીને 5.32% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કના નેટ એનપીએ 1.50% થી ઘટીને 1.77% રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કના ગ્રૉસ એનપીએ 1.26 લાખ કરોડ રૂપિયાથી વઘીને 1.34 લાખ કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કના નેટ એનપીએ 36,809 કરોડ રૂપિયાથી વધીને 43,152 કરોડ રૂપિયા રહ્યા છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈ બેન્કના પ્રોવિઝન્સ 11,051 કરોડ રૂપિયાથી ઘટીને 10,052 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ પ્રોવિઝન્સ 12,501 કરોડ રૂપિયાના રહ્યા છે.