બજાર » સમાચાર » પરિણામ

એસબીઆઈને ₹4876 કરોડની ખોટ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 14:13  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈને 4876 કરોડ રૂપિયાની ખોટ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈનો નફો 2005.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈની વ્યાજ આવક 23.8 ટકા વધીને 21798 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈની વ્યાજ આવક 17606 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં એસબીઆઈના ગ્રૉસ એનપીએ 10.91 ટકાથી ઘટીને 10.69 ટકા પર રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈના નેટ એનપીએ 5.73 ટકાથી ઘટીને 5.29 ટકા રહ્યા છે.

રૂપિયામાં એસબીઆઈના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 2.23 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 2.12 લાખ કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 1.10 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 99236 કરોડ રૂપિયા રહ્યા છે.

ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એસબીઆઈના પ્રોવિઝનિંગ 28096 કરોડ રૂપિયાથી ઘટીને 19228 કરોડ રૂપિયા રહી છે, જ્યારે ગત વર્ષના એપ્રિલ-જુન ક્વાર્ટરમાં પ્રોવિઝનિંગ 8929 કરોડ રૂપિયા રહી હતી.