બજાર » સમાચાર » પરિણામ

એસબીઆઈનો નફો રૂપિયા 3012 કરોડ વધ્યો

ના રોજ પ્રકાશિત Fri, 25, 2019 પર 13:58  |  સ્ત્રોત : CNBC-Bajar

એસબીઆઇએ નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. બીજા ક્વાર્ટરમાં બેન્કનો નફો ગત વર્ષના બીજા ક્વાર્ટરના 945 કરોડથી વધીને 3,012 કરોડ થયો છે. બીજા ક્વાર્ટરમાં બેન્કના વ્યાજની આવક ગત વર્ષના બીજા ક્વાર્ટર 20,906 કરોડ રૂપિયાથી 17.7 ટકા વધીને 24600 કરોડ રૂપિયા રહી છે.


રૂપિયા પર નજર કરે તો ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એસબીઆઈના નેટ એનપીએ 65624 કરોડ રૂપિયાથી ઘટીને 59939 કરોડ રૂપિયા અને ગ્રોસ એનપીએ 1.68 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.61 લાખ કરોડ રૂપિયા રહી છે.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એસબીઆઈના નેટ એનપીએ 3.07 ટકાથી ઘટીને 2.79 ટકા અને ગ્રોસ એનપીએ 7.53 ટકાથી ઘટીને 7.19 ટકા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં એસબીઆઈના ટેક્સ પર થવાવાળા ખર્ચા 868 કરોડ રૂપિયાથી વધીને 2048 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એસબીઆઈના પ્રોવિઝનિંગ 9183 કરોડ રૂપિયાથી વધીને 13139 કરોડ રૂપિયા રહી છે. જ્યારે ગત વર્ષના આ ક્વાર્ટરમાં બેન્કના પ્રોવિઝનિંગ 12092 કરોડ રૂપિયા રહી હતી.