બજાર » સમાચાર » પરિણામ

SUN PHARMA Q1: પહેલા ક્વાર્ટરમાં ખોટથી નફામાં આવી કંપની, આવક 28.2% વધી

દેશની દિગ્ગજ ફાર્મા કંપની સનફાર્માએ 30 જુલાઈ એટલે કે શુક્રવારના પોતાના જુન ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 15:02  |  સ્ત્રોત : CNBC-Bajar

SUN PHARMA Q1: દેશની દિગ્ગજ ફાર્મા કંપની સનફાર્મા એ 30 જુલાઈ એટલે કે શુક્રવારના પોતાના જુન ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે અને પહેલા ક્વાર્ટરમાં કંપની ખોટથી નફામાં આવી છે.

નાણાકીય વર્ષ 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો 1,444.1 કરોડ રૂપિયાનો નફો થયો છે જો કે તેના છેલ્લા વર્ષના પહેલા ક્વાર્ટરમાં 1,655.6 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં કંપનીનો નફો 1,567.6 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં 28.2 ટકાનો વધારો જોવાને મળ્યો છે અને તે 9,669.4 કરોડ રૂપિયા પર આવી ગઈ છે જ્યારે છેલ્લા વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 7,582.5 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં કંપનીની આવકના 8,789.9 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા 53.3 ટકાનો વધારો જોવાને મળ્યો છે અને તે 2,821 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે છેલ્લા વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીના એબિટડા 1840.6 કરોડ રૂપિયા પર રહ્યો હતો. જ્યારે CNBC-TV18 ના પોલમાં કંપનીના એબિટડાના 2,219.8 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ.

પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન 24.3 ટકાથી વધીને 29 ટકા પર રહ્યા છે. જ્યારે એબિટડા માર્જિન 25.3 ટકા પર રહેવાનું અનુમાન હતુ.