બજાર » સમાચાર » પરિણામ

સિમફોનીનો નફો 89.7% ઘટ્યો, આવક વધી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 15:02  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સિમફોનીનો નફો 89.7 ટકાથી ઘટીને 4 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સિમફોનીનો 39 કરોડ રૂપિયાનો નફો રહ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં સિમફોનીને 20 કરોડ રૂપિયાનું એકમુશ્ત ખોટ થઇ હતી.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સિમફોનીની આવક 32.8 ટકા વધીને 235 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સિમફોનીની આવક 177 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સિમફોનીના એબિટડા 50 કરોડ રૂપિયાથી ઘટીને 29 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સિમફોનીના એબિટડા માર્જિન 28.3 ટકા થી ઘટીને 12.3 ટકા રહ્યા છે.