બજાર » સમાચાર » પરિણામ

ટાટા કૉમ્યુનિકેશન: નફો 8.6% ઘટ્યો, આવક 1% ઘટી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 16:00  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનનો નફો 8.6 ટકા ઘટીને 58.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનનો નફો 53.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનની આવક 1 ટકા ઘટીને 4229 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનની આવક 4273 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બરમાં ટાટા કૉમ્યુનિકેશનના એબિટડા 833.7 રૂપિયાથી ઘટીને 761 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનના એબિટ માર્જિન 19.5 ટકાથી ઘટીને 18 ટકા રહ્યા છે.