બજાર » સમાચાર » પરિણામ

ટાટા પાવર: નફો 9.8% ઘટ્યો, આવક 5.7% વધી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 16:34  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા પાવરનો નફો 9.8 ટકા ઘટીને 633 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા પાવરનો નફો 702 કરોડ રૂપિયા રહ્યા હતા.


નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા પાવરની આવક 5.7 ટકા વધીને 6950 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા પાવરની આવક 6574.5 કરોડ રૂપિયા રહ્યા હતી.


વર્ષ દર વર્ષ આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટાટા પાવરના એબિટડા 1374 કરોડ રૂપિયાથી ઘટીને 1209 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટાટા પાવરના એબિટડા માર્જિન 20.9 ટકા થી ઘટીને 17.4 ટકા રહ્યા છે.