બજાર » સમાચાર » પરિણામ

ટાટા સ્પોન્જને રૂપિયા 27.63 કરોડને નફો

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 16:00  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટાટા સ્પોન્જને 27.63 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટાટા સ્પોન્જનો નફો 27.62 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટાટા સ્પોન્જની આવક 29.3 ટકા વધીને 216.2 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટાટા સ્પોન્જની આવક 167.2 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટાટા સ્પોન્જના એબિટડા 34.4 કરોડ રૂપિયાથી ઘટીને 29.8 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટાટા સ્પોન્જના એબિટડા માર્જીન 20.6 ટકાથી ઘટીને 13.8 ટકા રહ્યા છે.


પરિણા પર સીએનીબીસી-બજાર પર વાતચીત કરતા ટાટા સ્પોન્જના એમડી, સંજય પટનાઈકએ કહ્યું કે અમારી કંપનીમાં સાઉથ આફ્રિકાથી 90 ટકા કોલનું વેચાણ થાય છે. કંપનીમાં કોલ પર દબાણ નથી જોવા મળી રહી. કંપનીમાં રોડ ટ્રાન્સપોર્ટથી ખર્ચા વધી રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટર કોલ પ્રાઇઝમાં વધારો જોવા નથી મળ્યો. ક્વાર્ટર દર ક્વાર્ટર ગ્રોથમાં વધારો જોવા મળી શકે છે. ક્વાર્ટર 2 કરતા ક્વાર્ટર 3 માં સારા પરિણામ જોવા મળશે. કંપનીમાં ડિમાન્ડ વધી રહ્યું છે.