બજાર » સમાચાર » પરિણામ

ટીસીએસનો નફો 1.1% ઘટ્યો, ડૉલર આવક 0.6% વધી

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:56  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 1.1 ટકા ઘટીને 8042 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 8131 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની રૂપિયામાં આવક 2.1 ટકા વધીને 38977 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીએસની રૂપિયામાં આવક 38172 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની ડૉલર આવક 0.6 ટકા વધીને 5517 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીએસની ડૉલર આવક 5485 કરોડ ડૉલર રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજામાં ટીસીએસના એબિટડા 9220 રૂપિયાથી વધીને 9361 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટીસીએસના એબિટ માર્જિન 24.1 ટકાથી મામૂલી ઘટીને 24 ટકા રહ્યા છે.