બજાર » સમાચાર » પરિણામ

TCSનો નેટ પ્રોફિટ જૂન ક્વાર્ટરમાં 14% ઘટીને 7008 કરોડ રૂપિયા રહ્યો, ડિવિડન્ડ આપશે કંપની

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 20:01  |  સ્ત્રોત : Moneycontrol.com

Tata Consultancy Service (TCS): દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS)એ ગુરુવારે જૂન 2020 ક્વાર્ટર (FY 2021 ના પહેલા ક્વાર્ટર)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીને નેટ પ્રફોટ (Net Profit) વર્ષ-દર-વર્ષના આધાર પર જૂન ક્વાર્ટરમાં લગભગ 14 ટકા ઘટીને 7008 કરોડ રૂપિયા રહ્યા છે. કોરોનાવાયરસ (Covid-19) રોગચાળાને કારણે કંપનીના સોદા અને પ્રોજેક્ટમાં વિલંબ થયો છે, જેની અસર એના પરિણામ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. બ્લૂમબર્ગના એનાલિસ્ટસે કંપનીનો નેટ પ્રફિટ 7694 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન લગાવ્યો હતો. TCSએ 5 રૂપિયા પ્રતિ શૅર ડિવિડન્ડ આપવાનું પણ જાહેરાત કરી છે.


કંપનીની કન્સોલિડેટેડ રેવેન્યુ વર્ષ-દર-વર્ષના આધાર પર 0.39 ટકા વધીને 38,322 કરોડ રૂપિયા થઈ છે. વર્ષ-દર-વર્ષ આધાર પર કંપની કમાણી કૉન્સ્ટેન્ટ કરેન્સી સંદર્ભ થી 6.3 ટકા ઘટાડો થયો છે.


એના પહેલા માર્ચ ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી IT કંપનીનો પ્રોફીટ વર્ષ-દર-વર્ષ આધાર પર 0.94 ટકા ઘટીને 8049 કરોડ રૂપિયા હતી. જ્યારે ક્વાર્ટર-દર-ક્વાર્ટર આધાર પર TCSએ પ્રોફીટમાં 12.9 ટકાનો ઘટાડો આવ્યો હતો.


TCSના બોર્ડ ઓફ ડિરેક્ટરની 9 જુલાઈએ મળી બેઠક હતી. આમાં કંપનીએ 5 રૂપિયા પ્રતિ શૅર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ માટેની રેકોર્ડ ડેટ 17 જુલાઈ છે. જ્યારે ડિવિડન્ડની પેમેન્ટ 31 જુલાઇ સુધીમાં કરવામાં આવશે. કંપનીએ એ પણ કહ્યું છે કે જૂન ક્વાર્ટરમાં કંપનીએ 6.9 અરબ ડૉલરની નલી ડીલ કરી હતી.