બજાર » સમાચાર » પરિણામ

ટીસીએસનો નફો 1.3% વધ્યા, આવક 1.2% વધી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

દિગ્ગજ આઈટી કંપની ટીસીએસે નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજૂ કરી દીધા છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 1.3 ટકા વધીને 6531 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 6446 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસની આવક 1.2 ટકા વધીને 30904 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની આવક 30541 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસની ડૉલર આવક 1 ટકા વધીને 4787 કરોડ ડૉલર પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની ડૉલર આવક 4739 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસના એબિટા માર્જિન 25.1 ટકા થી ઘટીને 25.5 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસના એબિટા 7660.2 કરોડ રૂપિયા થી વધીને 7781.3 કરોડ રૂપિયા થઇ ગયા છે. કંપનીએ શેરઘારકોને 7 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ દેવાની જાહેરાત કરી છે.


ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસનું કુલ એટ્રિશન રેટ 11.9 ટકા રહી છે.