બજાર » સમાચાર » પરિણામ

ટીસીએસ: નફો 0.9% વધ્યો, આવક 2.3% વધી

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 16:13  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 0.9 ટકા વધીને 8118 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 8042 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસની રૂપિયામાં આવક 2.3 ટકા વધીને 39854 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની રૂપિયામાં આવક 38977 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસની ડૉલર આવક 1.3 ટકા વધીને 5586 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની ડૉલર આવક 5517 કરોડ ડૉલર રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બરમાં ટીસીએસના એબિટડા 9361 રૂપિયાથી વધીને 9974 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટીસીએસના એબિટ માર્જિન 24 ટકાથી વધીને 25 ટકા રહ્યા છે.