બજાર » સમાચાર » પરિણામ

ટીસીએસ: નફો 7.6% વધ્યો, આવક 7.6% વધી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:55  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 7.6 ટકા વધીને 7901 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 7340 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની રૂપિયામાં આવક 7.6 ટકા વધીને 36854 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીએસની રૂપિયામાં આવક 34261 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની ડૉલર આવક 3.2 ટકા વધીને 5215 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીએસની ડૉલર આવક 5051 કરોડ ડૉલર રહી હતી.

ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટીસીએસના એબિટ 8578 કરોડ રૂપિયાથી વધીને 9771.4 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટીસીએસના એબિટ માર્જિન 25.04 ટકા વધીને 26.5 ટકા રહ્યા છે.