બજાર » સમાચાર » પરિણામ

ટીસીએસનો નફો 8.5% વઘ્યો, આવક પણ વઘી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 16:59  |  સ્ત્રોત : Moneycontrol.com

દિગ્ગજ આઈટી કંપની ટીસીએસે નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજૂ કરી દીધા છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 8.5 ટકા વધીને 6450 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 5945 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસની રૂપિયામાં આવક 3.23 ટકા વધીને 30541 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીએસની રૂપિયામાં આવક 29584 કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટીસીએસના એબિટા માર્જિન 25.1 ટકા રહ્યા છે જ્યારે ડૉલર આવક 473.9 કરોડ ડૉલર પહોંચી ગયા છે. કંપનીએ શેરઘારકોને 7 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ દેવાની જાહેરાત કરી છે.