બજાર » સમાચાર » પરિણામ

યુકો બેન્કને રૂપિયા 999 કરોડની ખોટ, એનપીએ વધારો

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 15:22  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં યૂકો બેન્કને 999 કરોડ રૂપિયાની ખોટ થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં યૂકો બેન્કને 1016.4 કરોડ રૂપિયાને ખોટ થઇ હતી.


નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં યૂકો બેન્કની વ્યાજ આવક 0.8 ટકા વધીને 826.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં યૂકો બેન્કની વ્યાજ આવક 820 કરોડ રૂપિયા રહ્યા હતી.


ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં યૂકો બેન્કનો ગ્રોસ એનપીએ 25.37 ટકાથી વધીને 27.39 ટકા અને નેટ એનપીએ 11.97 ટકા થી વધીને 12.48 ટકા રહ્યા છે.


ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં યૂકો બેન્કની પ્રોવિઝનિંગ 1643 કરોડ રૂપિયાથી ઘટીને 1400 કરોડ રૂપિયા રહી છે જો કે ગત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં યૂકો બેન્કની પ્રોવિઝનિંગ 13.85 કરોડ રૂપિયા રહી હતી.