બજાર » સમાચાર » પરિણામ

અલ્ટ્રાટેક સિમેન્ટનો નફો 2.08 ગણો વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 14:13  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો સ્ટેન્ડઅલોન નફો 2.08 ગણો વધીને 1017.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો સ્ટેન્ડઅલોન નફો 488 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટની સ્ટેન્ડઅલોન આવક 18.3 ટકા વધીને 10500 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટની સ્ટેન્ડઅલોન આવક 8872 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટના સ્ટેન્ડઅલોન એબિટડા 1703 કરોડ રૂપિયાથી વધીને 2213 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટના સ્ટેન્ડઅલોન એબિટડા માર્જિન 19.2 ટકાથી વધીને 21 ટકા રહ્યા છે.