National Pension System: PFRDA એ NPS માં એન્ટ્રીની ઉંમર સીમા 65 થી વધારીને 70 વર્ષ કરવાનો આવ્યો પ્રસ્તાવ

જલ્દી જ 70 વર્ષ સુધીના બુઝુર્ગ નેશનલ પેંશન સિસ્ટમ (NPS) ની સ્કીમ્સમાં રોકાણ કરી શકીએ અને EPF કે PPF ના મુકાબલે પોતાના રોકાણ પર વધારે રિટર્ન મેળવી શકશે. ખરેખર, પેંશન ફંડ રેગુલેટર PFRDA એ નેશનલ પેંશન સિસ્ટમ (NPS) માં એન્ટ્રીની ઉંમર સીમા વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. PFRDA ની યોજના NPS માં એન્ટ્રીની ઉંમર સીમા 65 વર્ષથી વધારીને 70 વર્ષ કરવાની છે.
પેંશન ફંડ રેગુલેટર PFRDA એ પણ પ્રસ્તાવ આપ્યો છે કે જો કોઈ 60 વર્ષની ઉંમરથી વધારેના વ્યક્તિ NPS ની સાથે જોડાય છે તો તેના 75 વર્ષની ઉંમર સુધી NPS અકાઉંટને કંટીન્યૂ કરવાની પરવાનગી આપવામાં આવે. તમને જણાવી દઈએ કે હજુ NPS સબ્સક્રાઈબર્સ માટે મેક્સિસમ મેચ્યોરિટી એજ 70 વર્ષ છે.
PFRDA એ NPS માં એક મિનિમમ ગેરેન્ટીડ પેંશન પ્રોડક્ટ (Minimum Guaranteed Pension Product) શરૂ કરવાની પણ સુઝાવ આપ્યો છે. હજુ NPS અકાઉંટહોલ્ડર્સને કેટલી પેંશન મળશે આ વાત પર નિર્ભર કરે છે કે પેંશન ફંડના પ્રદર્શન કેવુ રહ્યુ છે. જે તમને 60% ઈક્વિટી અને 40% ડેટમાં રોકાણ કર્યુ છે તો તમને 10% સુધી વર્ષના રિટર્ન મળી શકે છે.
PFRDA એ કહ્યુ કે આવતા 15 થી 20 દિવસોની અંદર મિનિમમ ગેરન્ટી પેંશન પ્રોડક્ટને લઈને એક રિક્વેસ્ટ ફૉર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. PFRDAના અધ્યક્ષ સુપ્રીમિમ બંધોપાધ્યાયે કહ્યું કે છેલ્લાં 3.5 વર્ષમાં 60 વર્ષથી વધુ ઉંમરના 15,000 લોકોએ NPS પર સબ્સ્ક્રાઇબ કર્યું છે. આ કારણોસર, પેન્શન નિયમનકારે NPS માં પ્રવેશ માટેની વયમર્યાદા 65 વર્ષથી વધારીને 70 વર્ષ કરવાની દરખાસ્ત કરી છે.
PFRDA આ યોજના પર પણ કામ કરી રહ્યું છે કે જો કોઈનું પેન્શન ફંડ 5 લાખથી ઓછું હોય તો તે તેના NPS ખાતામાંથી 100% ભંડોળ પાછું ખેંચી શકે છે. હાલમાં, આ નિયમ 2 લાખ રૂપિયાથી ઓછાના પેન્શન ફંડ્સ પર લાગુ છે. તમને જણાવી દઇએ કે આ રકમ સંપૂર્ણ રીતે કરમુક્ત રહેશે. PFRDA આ નાણાકીય વર્ષમાં 1 મિલિયન નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઉપરાંત, PFRDA અટલ પેન્શન યોજના અને NPS સહિત નાણાકીય વર્ષ 22 માં 1 કરોડ નવા ગ્રાહકો ઉમેરવાની અપેક્ષા રાખે છે.