બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આકર્ષક મિડકેપ: ચિંતા ઓછી અને વળતર વઘારે

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 13:19  |  સ્ત્રોત : CNBC-Bajar

હાલના સમયમાં મિડકેપ સ્ટૉક પર ફોકસ કરી રહ્યા છે. જે રીતના આપણે જોયુ છે કે એક વર્ષમાં મિડકેપ સ્ટૉરમાં દબાણ જોવા મળ્યું છે. પરિણામે ઓવરઑલ પર્ફોરમન્સમાં રોકાણકારોને સારા રિટર્ન આપ્યા છે. એમા આટલું સુધારો જોયો છે. ત્યાર બાદ હવે આગળ કેવી આશા રાખવી જોઇએ. એના પર જાણકારી લઇશું માર્કેટ્સ મોજોના સીઆઈઓ, સુનિલ દમણિયા, ટર્ટલ સ્ટારના પોર્ટફોલિયો મૅનેજર સુનિલ શાહ અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.


માર્કેટ એક્સપર્ટ સુનિલ દમાણિયાની મિડકેપ પિક-


જીએનએફસી-


ગિરવી શેર્સની ચિંતા નથી. માર્ચ 2019 સુધી માત્ર રૂપિયા 208 કરોડનું દેવું છે. વેલ્યુએશન ઘણાં જ આકર્ષક છે. આવનાર વર્ષ માટે લક્ષ્યાંક- 290 નો રાખીને ખરીદી કરી શકો છો.


બોમ્બે બર્મા-


બ્રિટાનિયાની હોલ્ડિંગ કંપની છે. બ્રિટાનિયા અને બોમ્બે બર્મા વચ્ચે કિંમતોમાં મોટો ફરક છે. કંપનીની ક્ષમતા ઘણી સારી છે. આવનાર વર્ષ માટે લક્ષ્યાંક- 1200 નો રાખીને ખરીદી કરી શકો છો.


ક્રૉમ્પટન ગ્રિવ્સ-


લંબાયેલા ઉનાળાના લીધે કંપનીને ફાયદો છે. એલઈડી લાઈટ, પંખમાં ઘણું ઈનોવેશન કર્યું છે. ઈનઓર્ગેનિક ગ્રોથ પર કંપનીની નજર છે. આવનાર વર્ષ માટે લક્ષ્યાંક- 290 નો રાખીને ખરીદી કરી શકો છો.


ટર્ટલ સ્ટારના પોર્ટફોલિયો મેનેજર સુનીલ શાહની મિડકેપ પિક-


સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ-


સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક 1270 થી કરેક્ટ થઈને 1100 સુધી આવ્યો છે. આવનાર બે વર્ષ માટે લક્ષ્યાંક- 20-25 ટકાનો રાખીને ખરીદી કરી શકો છો.


એસ્ટ્રલ પોલીટેકનિક-


આવનાર બે વર્ષ માટે લક્ષ્યાંક- 20-25 ટકાનો રાખીને ખરીદી કરી શકો છો.


મિંડા કોર્પોરેશન-


સ્ટોક 430 થી કરેક્ટ થઈને 300 ની નીચે આવ્યો છે. આવનાર બે વર્ષ માટે લક્ષ્યાંક- 20-25 ટકાનો રાખીને ખરીદી કરી શકો છો.


માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની મિડકેપ પિક-


આરઈસી-


માર્ચમાં વચગાળાનું ડિવિડન્ડ 110 ટકા આપ્યું છે. 2019-20માં આવક 10 ટકા વધવાની આશા છે. છેલ્લાં એક વર્ષણાં 35 ટકા વળતર આપ્યું છે. આવનાર વર્ષ માટે લક્ષ્યાંક- 175-180, સ્ટૉપલોસ- 120 નો રાખીને ખરીદી કરી શકો છો.


આરબીએલ બેન્ક-


ક્વાર્ટર 4 નાણાકિય વર્ષ 2019માં નફો 39 ટકા વધ્યો છે. એનઆઈએમમાં ગ્રોથ જળવાઈ રહે તેવી આશા છે. ક્વાર્ટર 1 નાણાકિય વર્ષ 2020માં રૂપિયા 250 કરોડનો નફો કરો તેવી આશા છે. આવનાર વર્ષ માટે લક્ષ્યાંક- 750, સ્ટૉપલોસ- 550 નો રાખીને ખરીદી કરી શકો છો.


ડિવિઝ લૅબ-


ઓગસ્ટ 2018માં 500 ટકા ડિવિડન્જ આપ્યું છે. જાન્યુઆરી 2019માં યુએસએફડીએ ક્લિનચીટ આપી છે. કંપની પાસે કૅશ રિઝર્વ ઘણી મોટી છે. આવનાર વર્ષ માટે લક્ષ્યાંક- 1780, સ્ટૉપલોસ- 1500 નો રાખીને ખરીદી કરી શકો છો.