બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 08:55  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.

સન ફાર્મા પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે સન ફાર્મા પર ઓઉટપેર્ફોર્મર ન્યુટ્રલથી રેટિંગ અપગ્રેડ કર્યું. તેના પર લક્ષ્યાંક રૂપિયા 490 થી વધારી રૂપિયા 595 રાખ્યો છે. સ્પેશાલિટી દવાને આધારે નફો પ્રતિવર્ષ 20%ના દરે વધશે. અન્ય કંપનીઓ કરતાં ભાવઘટાડાની કંપનીને ઓછી અસર થવાની શક્યતા.

એલએન્ડટી પર સિટી -
સિટીએ એલએન્ડટી પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત રાખ્યુ. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1452 રાખ્યો છે. ઓર્ડર ઇનફ્લો ગાઇડન્સ પાર કરવું સરળ નહીં હોય. આવનારા 12-15 મહિનામાં ડિફેન્સ કારોબારમાં વધારો થઈ શકે છે.

એક્સિસ બેન્ક પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે એક્સિસ બેન્ક પર હોલ્ડથી રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીની સલાહ આપી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 560 થી વઘારી રૂપિયા 600 કર્યા. આ કિંમતે રિસ્ક ઓછું, વળતર વધુ રહેશે. એનપીએનો હવે ધીમે-ધીમે ઉકેલ આવી શકે. બિઝનેસ મૉડલમાં સુધારો પોઝિટિવ રિટેલ કારોબારમાં લોનબુક સુધરી છે.

જુબિલન્ટ ફૂડ પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે જુબિલન્ટ ફૂડ પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત કર્યુ. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1450 રાખ્યો છે. ઑરેગાનોમાં જીવતા કીડા મળવાની ઘટનાથી કારોબાર પર ખાસ અસર નહીં. એફએમસીજીમાં સ્ટૉક ટોપ પિક છે.

ગ્રેફાઇટ ઇન્ડિયા પર જેફરીઝ -
જેફરીઝે ગ્રેફાઇટ ઇન્ડિયા પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 342 રાખ્યો છે. નાણાકીય વર્ષ 17-20 વચ્ચે આવક પ્રતિવર્ષ 117%ના દરે વધી શકે છે. જર્મન સબ્સિડિયરીમાં ટર્ન-અરાઉન્ડ ડિમાન્ડને ઘણો ટેકો આપી શકે છે.